૨૨ માર્ચ વિશ્વ જળ દિવસ વિશેષ
- પાણી પણ લોહીની જેમ એવું કુદરતી તત્વ છે જેને પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી. આથી પાણીનો કરકસરથી ઉપયોગ કરવાનો મેસેજ આપવા ૨૨ માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે. પૃથ્વી પરના સમુદ્રો તથા મહાસાગરોમાં ૧૩૭૦ મિલિયન ઘનફૂટ જળ છે. જે કુલ જળ જથ્થાના આશરે ૯૭.૨૫% જેટલું છે. હિમક્ષેત્રોમાં આશરે ૨.૧% જેટલો જળ જથ્થો છે. જ્યારે ૧% જેટલો જળ જથ્થો વાતાવરણમાં ભેજ અને સપાટી પરના જળ સ્વરૃપે છે. માનવ અને સજીવ સૃષ્ટિ માટે પીવાલાયક પાણી માત્ર ૨% જેટલું છે. જે જરૃરિયાત કરતાં ખૂબજ ઓછું છે. દર વર્ષે વિશ્વમાં ૮૦ લાખ લોકો ઉમેરાય છે. તેમાં પણ બદલાતી જતી લાઇફ સ્ટાઇલ અને ફુડ હેબિટના કારણે પાણીનો વપરાશ સતત વધતો જાય છે. એક સર્વે મુજબ માંસાહાર કરનારા વિસ્તારોમાં પાણીનો વપરાશ શાકાહારીઓની સરખામણીમાં વધુ જોવા મળે છે.
- ૫ મીનિટના શાવર બાથમાં સરેરાશ ૯૫ લીટર પાણી બગાડે છે. પાણીના બેડા માથે લઇને પાણી શોધવા નિકળતી મહિલાઓના જીવનનો ૨૫ ટકા હિસ્સો પાણીમાં જાય છે. એક સર્વે મુજબ તો સરેરાશ ભારતીય મહિલા દરરોજ ૪ કલાક સમય પાણી સંબંધિત કામગીરી પાછળ વિતાવે છે. દેશમાં વધતા જતા વોટરપાર્ક દરરોજ કરોડો લીટર પાણી વેડફે છે. એક શાવર સરેરાશ પ મીનિટ ચાલુ રાખવામાં આવે તો ૯૫ લીટર પાણી વહી જાય છે. નળ માંથી એક સેકન્ડમાં એક ટીપું પાણી ટપકતું હોય તો એક અઠવાડિયામાં ૫૦૦ લીટર પાણીનો બગાડ થાય છે.
- અનાજ પેદા કરવા માથાદીઠ ૩૦૦૦ લી. પાણી જોઈએ. વિશ્વમાં પીવાલાયક પાણીનો જથ્થો ર ટકા કરતા પણ ઓછો છે. વિશ્વમાં પાણીના કુલ વપરાશનો ૭૦ ટકા હિસ્સો ખેતીમાં વપરાય છે. ૨૦ ટકા ઇન્ડસ્ટ્રીઝ અને ૧૦ ટકા ઘરેલું વપરાશ થાય છે. ૧ લીટર બાયોફયુઅલ તૈયાર કરવા માટે ૩૦૦૦ થી ૪૦૦૦ લીટર પાણીની જરુર પડે છે. માણસની રોજની પીવાના પાણીની જરુરીયાત ૩ થી ૪ લીટર છે જયારે એક દિવસનું ફુડ તૈયાર કરવામાં ૨૦૦૦ થી ૫૦૦૦ લીટર પાણી વપરાય છે. એક સર્વે પ્રમાણે ૭૦% પાણીનો ઉપયોગ સિંચાઇ માટે થાય છે. તેમજ એક વ્યક્તિ દીઠ દૈનિક આહારની જરૃરિયાત સંતોષવા માટે પૂરતાં પ્રમાણમાં અનાજ પેદા કરવા માટે લીટર દીઠ ૩૦૦૦ લીટર પાણી જોઇએ.
- એક લીટર દૂધના ઉત્પાદન માટે ૧૦૦૦ લીટર પાણી જોઈએ. આપણે રોજ બરોજ દૂધનો વપરાશ કરીએ છીએ પરંતુ એ જાણીને નવાઇ વાગશે કે એક પશુ પાસેથી ૧ લીટર દૂધ મેળવવા માટે ૧૦૦૦ લીટર પાણીનો વપરાશ થાય છે. આથી એક લીટર દૂધ ખરીદો ત્યારે ૧૦૦ ૦લીટર પાણી પણ ખરીદો છો એ ભૂલતા નહી. આ ૧૦૦૦લીટર પાણીમાં પશુઓનો પિવડાવવામાં આવતા પાણી ઉપરાંત ઘાસચારો ઉગાડવા અને સાફ સફાઇ માટે વપરાતા પાણીનો પણ સમાવેશ થાય છે. આવી જ રીતે એક કિલો ચોખાના ઉત્પાદન માટે ૨૫૦૦ લીટર, ૧ કિલો બટાટાના ઉત્પાદન માટે ૨૮૭ લીટર, ૧ ડઝન કેળાના ઉત્પાદન માટે ૧,૯૨૦ લીટર, ૧ કિલો બ્રેડ તૈયાર કરવા માટે ૧૬૦૦ લીટર, ૧ પિત્ઝા તૈયાર કરવા માટે ૧૨૬૦ લીટર અને ૧૦૦ ગ્રામ ચોકલેટ તૈયાર કરવા માટે ૧૭૦૦ લીટર પાણીનો વપરાશ થાય છે.
- અમેરિકા વિશ્વમાં પાણીનો સૌથી વધુ બગાડ કરે છે. અમેરિકાનો એક નાગરીક સરેરાશ શાવરમાં ૫ મીનિટમાં જેટલું પાણી વાપરે તેટલું પાણી ભારત જેવા વિકાસશિલ દેશનો એક નાગરીક આખા દિવસમાં વાપરે છે. એક અમરિકન ૧૦૦ થી ૧૭૫ ગેલન પાણીનો ઉપયોગ કરે છે. આવી જ રીતે તેની સાથે આમ પણ થઇ શકે છે. વોટર પ્રિન્ટમાં અમેરિકા સૌથી હાઇએસ્ટ પાણીનો વપરાશ કરનારા દેશોમાં આવે છે. દુનિયામાં ૯૦,૮૭ બિલિયન કયૂબિક મીટર પાણીનો વપરાશ થાય છે. તેમાં ચીન ૧૨.૦૭ બિલિયન ભારત ૧૧.૮૨ બિલિયન અને અમેરિકા ૧૦.૮૩ બિલિયન પાણીનો ઉપયોગ કરે છે. અમેરિકાની વસ્તી ભારત કરતા ખૂબજ ઓછી હોવા છતાં ભારત જેટલો જ પાણીનો વપરાશ કરે છે.ભારતમાં માથા દિઠ પાણીની વપરાશ ૮૦ લીટર છે જયારે અમેરિકા માથાદિઠ દરરોજ ૧૬,૩૦ લીટર પાણીનો ઉપયોગ કરે છે.
- ૮૦ ટકા બીમારીઓ દૂષિત પાણી પીવાથી થાય છે. વિશ્વમાં પ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના થતા મુત્યુંનું સૌથી વધુ કારણ ડાયેરિયા છે. જે એક પાણીજન્ય બિમારી છે. દર વર્ષે ૧૫ લાખ બાળકોનો ભોગ લેતો ડાયેરિયાની બિમારી એઇડઝ અને કેન્સર કરતા વધુ ખતરનાક છે. દર વર્ષે વિશ્વમાં ૩૫ લાખથી પણ વધુ લોકો પાણીજન્ય બિમારી કમળો,કોલેરા,ડાયેરિયાથી મરે છે.
- હોસ્પીટલમાં જોવા મળતા ૧૦ દર્દીઓમાંના આઠ ની બિમારીનું કારણ દૂષિત પાણી છે. વિશ્વના ચારમાંથી દરેક એક સીટીમાં ૭૯૪ મિલિયન લોકોને સેનીટેશન અંગેની યોગ્ય સગવડતા મળતી નથી જેને કારણે કોલેરા, મલેરિયા અને ડાયેરિયા જેવા રોગો વારંવાર માથું ઊંચકે છે. ભારતમાં પણ બાળ મરણનો આંકડો ઉંચો છે તેના માટે અસ્વચ્છ પાણી જવાબદાર છે. વિશ્વમાં દર ૧૭ સેકન્ડે એક બાળકનું ડાયેરિયા થવાથી મુત્યું થાય છે.